શૂરવીરતા…

એક પટ્ટાવાળા માટે જીવન ની સૌથી મોટી શૂરવીરતા ની વાત શું?
સાહેબે ત્રણ વાર મને  બોલાવ્યો  ને હું એકેય વાર ના ગયો… જોયું….

પોતાના ઉપરી અધિકારી ની અવગણના માં આપણી જીત સમજવા ની
આ માનસિકતા થી આપણે ક્યારે બહાર આવીશું…??

Bhushan

April 2, 2010 at 5:28 PM Leave a comment

વિશ્વ ચકલી દીવસ… 20-03-2010

નાના હતા ત્યારે લગભગ દરેક ઘર માં ચકલી ના માળા જોવા મળતા હતા.

આજે “વિશ્વ ચકલી દીવસે મેં મારા છોકરા ને કહ્યું બેટા આજે WORLD SPARROW DAY છે.

તો મને કહે. પપ્પા એટલે શું? મે કહ્યું બેટા WORLD SPARROW DAY એટલે “વિશ્વ ચકલી દીવસ “

તો મને કહે.. ઓહ સમજ્યો આજે પેલા બધા ટ્રાફિક પોલીસો નો બર્થ ડે છે. એમ ને. ………….

કોઈક વાર મારા જ મોઢે સાંભળી ગયેલો ” આજ કાલ દરેક ચાર રસ્તા પર આ ચકલી ઓ બહુ હેરાન કરે છે…..

BHUSHAN…

March 20, 2010 at 5:39 PM Leave a comment

અમદાવાદ…

અમદાવાદ માં જો તમે વાહન ચલાવતા શિખ્યા હોવ અને ચલાવતા પણ હોવ, તો દુનિયા ના કોઇ પણ ખુણે તમે વાહન ચલાવી શકો.

સ્લિવ લેસ ટી-શર્ટ પહેર્યું હોય પણ મોઢા પર બુકાની બાંધી ને જો કોઈ છોકરી કે મહિલા સ્કુટી કે એક્ટીવા ચલાવતી દેખાય તો બોસ તમે અમદાવાદ માં છો. સમજી લેવું.

Bhushan

March 20, 2010 at 5:37 PM 1 comment

એક અનોખું કાવ્ય-અમેરીકાના અનુભવો

એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી


ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ ? અહીયા સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.


મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.


અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.


સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી


બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.


પ્રેમ, વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબંઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી


દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી


હવે વાંચો એનો જડબેસલાક જવાબ ( From US )


જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે,હવે રોદડાં રડવા ઠીક નથી.


લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.


સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.


બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.


જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીક નથી.


મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો. દેશ છોડી આવ્યા પછી ,
હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.


જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ  ત્યાં  જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી,

મગર આ ફોગટના આંસુ ઠીક નથી.

March 15, 2010 at 1:15 PM Leave a comment

અમદાવાદ પર તૈયાર થઇ મ્યુઝિકલ ફિલ્મ

City Reporter, Ahmedabad 26-02-2010

musical_film_ahmedabad‘‘હેપી બર્થ ડે ટુ યુ અમદાવાદ… હેપી બર્થ ડે ટુ યુ…, અહમદ શાહનું અમદાવાદ , મારું તમારું અમદાવાદ, સૌનું વહાલુ અમદાવાદ, શહેર મજાનું અમદાવાદ… આ એ નગર જેની ભીતર પોળો અને ખડકીના ઘર…’’ આ ગીતના બોલ સાંભળતા જ જૂના અને નવા અમદાવાદની એક ઝલક આંખો સમક્ષ તરી આવે છે.

અમદાવાદના આવા ૬૦ લોકેશનની ૯૦૦ જેટલી ઝલકને ક”મેરામાં કેદ કરીને મ્યુઝિકલ ફિલ્મ બનાવવામાં આવી છે.

અમદાવાદની ૬૦૦ વર્ષની ઉજવણીમાં કંઇક નવી ગિફ્ટ આપવા માટે અવસર પરિવારે દસ દિવસ પહેલા આ મ્યુઝિકલ ફિલ્મ બનાવાની શરૂઆત કરી હતી. જેમાં અમદાવાદના ૬૦ લોકેશન નક્કી કરી તેના પર અવસર પરિવારના સભ્ય દ્વારા ફોટોગ્રાફી કરવામાં આવી અને ત્યાર બાદ અમદાવાદ પર એક ગીત પણ લખવામાં આવ્યું.

અમદાવાદના અલગ અલગ ફિલ્ડના લોકો દ્વારા બનેલા અવસર પરિવારે ગુજરાતી સુગમ સંગીતનો વારસો જાળવી રાખ્યો છે. આ ફિલ્મમાં પણ સંગીતના વારસાને રજૂ કરવાની કોશિશ કરવામાં આવી છે.

આ અંગે પરિવારના સભ્ય કાંક્ષિત મુન્શીએ જણાવ્યું હતું કે, ‘ફોટોગ્રાફી, મ્યુઝિક કંમ્પોઝ કરવાનું, ગીત ગાવાનું આ દરેક માટે અમે અલગ અલગ ટીમ બનાવી દીધી હતી. આ ફિલ્મમાં અમદાવાદની ફોટોગ્રાફી રજૂ થશે અને બેકગ્રાઉન્ડમાં અમદાવાદ પર લખેલ ગીત રજૂ થશે. અમારો મુખ્ય ઉદ્દેશ અમે અમદાવાદી છીએ માટે સંગીતના અંદાજમાં અમદાવાદને બર્થ ડે વિશ કરવાનો છે.’

આ મ્યુઝિકલ ફિલ્મ < > અને ઓરકુટ પર અવસર પરિવારમાં મૂકવામાં આવશે. ફોટોગ્રાફી ટીમના ભૂષણભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ‘અમે આ ફિલ્મમાં ૯૦૦માંથી બેસ્ટ ૬૦ ફોટોગ્રાફ લીધા છે.

February 26, 2010 at 10:48 AM Leave a comment

અમદાવાદની વાનગીઓનો ચટાકો…

અનેક પ્રકારની વિશેષતાઓથી છલકાતા અમદાવાદનું સ્વાદવૈવિઘ્ય પણ સદીઓથી જાણીતું છે. અહીં વસતા અને બહારથી આવતા લોકોની જીભે અનેક વસ્તુઓનો ચટાકો વર્ષોથી લાગેલો છે. મજાની વાત એ છે કે બહારની દરેક વાનગીઓનું અમદાવાદીઓ અમદાવાદીકરણ કરી નાખે છે.

આજે ગુજરાતી થાળીમાં ચાઇનીઝ સમોસા પણ જોવા મળે છે. આ ચાઇનીઝ સમોસાનો સ્વાદ માણી ચાઇનીઝો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. અમદાવાદમાં કેટલીક પેઢીઓ તો એવી છે જે દાયકાઓથી લોકોની સ્વાદપ્રીતિને પોષે છે. સમયના બદલાતા વહેણની સાથે અહીં ફૂડમાર્કેટમાં નવું ઘણું આવ્યું છે, પરંતુ તેને લીધે ‘પરંપરા’ તૂટી નથી.

શહેરની નવી પેઢીના મોઢે સ્વાભાવિક રીતે જ ઓનેસ્ટ, ચોઇસ, હેવમોર કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ મેકડોનાલ્ડ્સનાં નામ છે. જમાનો જ જંકફૂડનો છે, પરંતુ તેને લીધે અમદાવાદે સ્વાદ માટેની મૂળ ઓળખ ખોઈ નથી. ભાજીપાંઉ આજે જ લોકપ્રિય છે તેવું નથી, વર્ષોથી લોકો સરસપુરમાં તેનો ટેસ્ટ માણવા જાય જ છે. અમદાવાદમાં આજે ગાંડિયારથની ચાર-પાંચ બ્રાન્ચ છે, પરંતુ ફાફડા માટે મહેતા ચવાણામાં લાઇન લાગતી તે દિવસો લોકોને યાદ જ છે.

ગ્રાન્ડ ભગવતી કે ગોરધન થાળ કે અમે ગુજરાતી ૨૧મી સદીના અમદાવાદની ઓળખ છે, તો ૭૦-૮૦ વર્ષથી અમદાવાદીઓ જેની જલેબીની મીઠાશ માણે છે તે ચંદ્રવિલાસ આજે પણ અડીખમ છે અને અહીંના લોકોની આ ત્રીજી પેઢી છે, જે ચંદ્રવિલાસની તુવેરની દાળ પીને ‘વાહ’ બોલે છે.

તેવી જ ચેતના રેસ્ટોરન્ટ તેના ઢોંસાને લીધે આજે પણ લોકોને યાદ છે. રાયપુરનાં ભજિયાં અને જેલના ભજિયાંએ અમદાવાદને એક આઇડેન્ટિટી આપી છે. જેમ ફાફડા સૌરાષ્ટ્રના, ગોટા ડાકોરના તેમ દાળવડાં અમદાવાદનાં! મોહનથાળની વાત નીકળે એટલે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા અમદાવાદીને કંદોઈ ભોગીલાલ જ યાદ આવે તો નવતાડનાં સમોસાં અને દાસના ખમણ પણ દાઢે વળગે જ!

ચવાણા કે બાજરી વડા માટે પ્રખ્યાત મહેતાની કેટલીક વિશેષતા એ છે કે તેની શરૂઆત છેક ૧૯૫૦માં થઈ હતી. નરોડામાં ચામુંડા ચારરસ્તા પાસે પહેલી બ્રાન્ચ ખૂલી ત્યારે મિલોનો જમાનો હતો. તેના માલિક અશ્વિન મહેતા કહે છે કે, ‘ઊધિયાની શરૂઆત અમદાવાદમાં અમે જ કરી હતી. શ્રાવણ માસમાં બફવડાં ઉપરાંત ખમણ અને ખાંડવી પણ ફરાળી આપીએ છીએ.’

અનેક સંસ્કતિઓના સમન્વય, સતત પરિવર્તન છતાં આગવી પરંપરાઓને જાળવીને ધબકતું એવું આ શહેર આજે પણ શોખીન છે. ફૂટપાથ પરનાં પૂરીશાક કે આલીશાન હોટેલના ડાઇનિંગ હોલ બંનેને પોતાનું ‘ટાર્ગેટ ગ્રૂપ’ છે. હવે તો દર દસ ફૂટે ચોળાફળી છે, સૂકી ભેળના ઠેલા છે. એક સમયે માણેકચોક કે લોગાર્ડનની જે ઓળખ હતી તે આજે વસ્ત્રાપુર લેકની છે.

સોડાનાં મશીનોમાંથી ૧૮ ફલેવર રેડાય છે, ડિસ્પોઝેબલ ગ્લાસમાં. દાબેલી, વડાપાંઉ, મસ્કાબન નવા અમદાવાદની જીભને ભાવે છે. પતંગ હોટેલની રિચ થાળી હોય કે પતંગ ચગાવતાં ખવાતું ઊધિયું બધું અમદાવાદીઓ મોજથી ખાતા રહ્યા છે, ખાતા રહેશે. તે સાથે હવે ચાઇનીઝ ફૂડ હોટ ફેવરીટ છે.

અગ્રણી નેતાઓની ખાસ પસંદગીની વાનગીઓ

મહેતાના થેપલાં અને આથેલાં મરચાં વર્ષોથી જાણીતાં છે. ગુજરાતી ફિલ્મ કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદી ફિલ્મોમાં હતા ત્યારે, ધારાસભ્ય થયા ત્યારે અને આજે પણ ત્યાંથી થેપલાં મગાવે છે. અશોક ભટ્ટ પણ ખાડિયામાં ભજિયાં ખાય તે જ રીતે પાલડીમાં પાપડી ખાતા. નવનિર્માણ સમયે પણ ઉમાકાંત માંકડ સહિત અનેક રાજકીય આગેવાનો ત્યાં એકત્ર થતા.

રોજ શું કેટલું ખવાય છે?

૧૦ લાખ રૂપિયાની પાણીપૂરી ખવાય છે
૦૭ લાખ રૂપિયાનાં વડાપાંઉ ખવાય છે
૦૫ લાખની સેન્ડવિચ ખવાતી હોવાનો અંદાજ
૩૫૦૦ હોટેલો શહેરમાં છે
૦૫ હજારથી વધારે લારીઓ ધમધમી રહી છે

February 9, 2010 at 11:24 AM Leave a comment

Tomato Story


A Jobless man applied for the position of ‘office boy’ at Microsoft. The HR manager interviewed him then watched him cleaning the floor as a test.

‘You are employed’ he said. Give me your e-mail address and I’ll send you the application to fill in, as well as date when you may start.

The man replied ‘But I don’t have a computer, neither an email’.

‘I’m sorry’, said the HR manager. If you don’t have an email, that means you do not exist. And who doesn’t exist, cannot have the job.’

The man left with no hope at all. He didn’t know what to do, with only $10 in his pocket. He then decided to go to the supermarket and buy a 10Kg tomato crate.
He then sold the tomatoes in a door to door round. In less than two hours,
he succeeded to double his capital. He repeated the operation three times,
and returned home with $60.

The man realized that he can survive by this way, and started to go everyday earlier, and return late. Thus, his money doubled or tripled everyday.

Shortly, he bought a cart, then a truck, and then he had his own fleet of delivery vehicles.

5 years later, the man is one of the biggest food retailers in the US ..
He started to plan his family’s future, and decided to have a life insurance.

He called an insurance broker, and chose a protection plan.
When the conversation was concluded the broker asked him his email.
The man replied,’I don’t have an email.’
The broker answered curiously, ‘You don’t have an email, and yet have succeeded to build an empire. Can you imagine what you could have been if you had an e mail?!!’ The man thought for a while and replied, ‘Yes, I’d be an office boy at Microsoft!’

Moral of the story

Moral 1
Internet is not the solution to your life.

Moral 2
If you don’t have an Internet, and work hard, you can be a millionaire.

Moral 3
If you received this message by email, or Blog
you are closer to being an office boy/girl, than a millionaire………..

February 5, 2010 at 12:39 PM Leave a comment

એક પતિની ગઝલ (હઝલ)

આટલી મોંઘી, અરે, સાડી ન લે,
કોટ ફંફોસી બધું કાઢી ન લે.
 
બિલ ભર્યું છે મેં હવે ચલ ઘર ભણી,
બે વધ્યા છે તેય તું માગી ન લે.
 
કોઈનો લેટર નથી ફાઇલમાં,
તું ગઝલ મારી બધી વાંચી ન લે.
 
રે, બચતનો અર્થ આવો છે નહીં,
શાક તો તાજું જ લે, વાસી ન લે.
 
હદ થઈ રાણી, તમારા શોખની,
આટલું તો કોઈ પણ સાંખી ન લે.
 
સ્વપ્નમાં (પણ) મોંઘી ખરીદી કર નહીં,
સિંગ સસ્તી હોય તો ખારી ન લે.
 
આ ગઝલ નહીં છાપ તોયે ચાલશે,
પણ ચુનંદા શેર તો કાઢી ન લે.

કયાંકથી ઉઠાવેલી …..

February 5, 2010 at 12:28 PM 1 comment

Management..

February 5, 2010 at 12:24 PM Leave a comment

મારું અમદાવાદ….


નામ ભલે અમદાવાદ હોય, લોસ એન્જેલસ જેવી પહેચાન છે,
એક TGBનું ફુડ અને જય હિન્દની સોનપાપડી અમારી જાન છે,

ઝૂલતા મિનારા અને સીદી સૈયદની જાળી અમારી શાન છે,
એક વાર આવી તો જુઓ, મરવાનું મન થાય એવું અમારું કાંકરિયા તળાવ છે,

વિજયના વડાપાવ, મહારાજના સમોસા અને દાસના ખમણ,
સંકલ્પના ઢોંસા, હોનેસ્ટના ભાજીપાવ અને પટેલનો આઈસ્ક્રીમ,
દૂધિયાનો શ્રીખંડ, રસરંજનની પાણીપુરી, જેલના ભજીયા,
પંચાયતનું પાન અને અમારો ટેક્સટાઇલ ઉદ્યોગ જેનું જગ આખામાં નામ છે,

BRTSની સવારી જાણે માઇકલ શૂમાકરની ફરારી,
જોઈને અંજાઈ જવાય એવો અમારો સી.જી. રોડ અને માણેકચોકનું ઝવેરી બજાર છે,

મોદીનું રીવર ફ્રન્ટ કંઈક ઔર છે, એવું અમારું અમદાવાદ છે.


January 11, 2010 at 6:19 PM Leave a comment

Older Posts


Top Clicks

  • None

Follow

Get every new post delivered to your Inbox.